પુણાગામ બીઆરટીએસ જંક્શન પાસે નહેરના કાંઠે ત્યાંની ધર્મપ્રેમી જનતાએ રૂપિયા પ/- થી લઈને શક્તિ પ્રમાણે દાન એકત્ર કરોને અબોલ પક્ષીઓ માટે પાણી અને ચબુતરો નની આવેલ હતો, વધુમાં અબોલ પક્ષીઓને તડકામાં બેસવા માટે અને માનવજાતને ઓક્સિજન મળી રહે તે ધ્યાને લઈને વૃક્ષનું વાવેતર કરવામાં આવેલ હતું તે વૃક્ષનું પણ નિકંદન કાઢી નાખવામાં આવેલ છુ. અગમ્ય કારણોસર મહાનગર પાલિકાના ઝાંબાઝ અધિકારીઓએ ચબૂતરાનું એડન કરી નાખ્યું છે. મુખ્ય રસ્તા ઉપર અડચણરૂપ મંદિર, મસ્જિર્દો અને અન્ય ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા નથી, એ તો ઠીક અમુક સેવાકીય સંસ્થાઓ સરકારની જમીનમા પેશકદમી કરીને ચલાવવામાં આવે છે, ત્યાં મહાનગર પાલિકાના અધિકારીઓ ડાન્સરની ભૂમિકામાં આવી જાય છે, કારણ કે તે પેશકદમીની જગ્યામાં મોટા રાજકારણીઓના ફોટાઓ હોય છે ! આજે રાષ્ટ્રિય સમાજ પક્ષ ના મહાસચિવ જેઓ હમેશાં લોકો ની તાકાત બનીને ઊભા રહે છે તેવા શ્રી અંકિત મહેતા નાઓ તેમની મદદે દોડી આવ્યા છે સાથે સાથે તેમને લોકોને બનતી તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે.