છેલ્લા કેટલાય સમયથી દિવસે ને દિવસે કોરોના ની મહામારી ના લીધે લોકોનું જીવન ખૂબજ અસ્ત વ્યસ્ત થયેલ છે, તેમાં પણ કોરોના ના દર્દીઓની હાલત તો ખૂબજ કફોડી છે, તેમને દવા કરાવવાનું તો ઠીક પરંતુ સારું ખાવા માટે પણ ફાંફા મારવા પડે છે. તેમની આવી સ્થિતિમાં તેમની મદદ માટે આર એસ પી ના ચૂંટણી પ્રભારી શ્રી અંકિત મહેતાનાઓએ હાથ લંબાવ્યો છે અને તે સેવા યજ્ઞ ની શરૂઆત આજ રોજ નવસારીમાં કરવામાં આવી.
આજરોજ નવસારી શહેરમાં કોરોના ના ૧૦૦ દર્દીઓને શ્રી અંકિત મહેતા, પ્રભારી (ચૂંટણી)ના નેતૃત્વમાં ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્રભુ તેમને જલ્દી સારું સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રભુને અંકિત મહેતા અને તેમની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી. આજે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર એસ પી ના નવસારી જિલ્લા ના તમામ કાર્યકરો અને વૈભવ પટેલે ખાસ જેહમત ઉઠાવી હતી.